પરિવર્તન એ સંસારનો નિયમ છે, બદલાવ એ માનવી નો સ્વભાવ

પરિવર્તન એ સંસારનો નિયમ છે,

બદલાવ એ માનવી નો સ્વભાવ

પરિવર્તન એ સંસારનો નિયમ છે, 

બદલાવ એ માનવી નો સ્વભાવ

  માણસ બદલાયો છે સમય નહિ, શરૂવાત અસ્તિત્વની થઈ સે સબંધો ની નહિ, વિશ્વ સંકોચાવું સે લાગણી ઓ નહિ, ઓળખાણ વધી સે આત્મીયતા નહિ, ભરમ નું ભણતર વધ્યું  જીવવાનું ગણતર નહીં.

  ટેકનોલોજી સાથે માનવી નો સબંધ એ અજોડ અને મજબૂત કેટલો સે ?? પોતાની જાત ને પ્રશ્ન કરજો. જવાબ આવશે મોબાઈલ , ટીવી, કોમ્પુટર અનેક અંત્યત આધુનિક ઉપકરણો બધાં થી વિશેષ સોશ્યલ મિડીયા.વિચારો સાથે વોટ્સએપ, ફેસબૂક વગેર ચલ ચિત્ર માનસ પટલ પર અકાઈ જશે. એજ ક્ષણે બીજો પ્રશ્ન એ હ્દય ને કરજો કે જેના ખભા પર માથું મૂકી બોર જેવાં આંસુડાં થી મારી ભૂલો ને સ્વીકારી શકું એવા સંબંધો કેટલા ?? જીવન ની વિકટ ને વિકટ પરિસ્થિતિ માં ગભરાઈશ નહિ હું શું ને એવું કહેવાવારા વ્યક્તિ ઓ કેટલા ?? જવાબ સાચો સારો મળે તો સમજજો કે દોસ્ત સંબંધો બદલાયા છે હું નહિ. કયાંક એ જવાબ ખોટો મળે તો માત્ર ગણતરી કરજો સોશીયલ મિડીયા પર વાપરેલા નહિ વેડફેલા કલાકો ની પણ આજે આપણે વાત કરવી છે સોશીયલ મિડીયા માં થી બાદ થયેલાં સબંધો ની આજે વાત કરવી છે, આંગળી ના ટેરવાં ની અંદર સમાયેલાં વિશ્વ ની વિપરીત લાગણી ના પ્રવાહ ની પણ આજે ચાલી રહેલાં સબંધો માં તકરાર ના કારણો કયાં કે સ્પત્પદી ના સાત વચન આપી દુનિયા સામે સ્વીકારી એ ત્યારે એક સ્ત્રી એ પત્ની ના રૂપ માં અજવાળી ઓઢણી ઓઢી ને આવે છે. ક્યાંક ખોરવાઈ ગયેલી જિંદગી માં મુસ્કાન ની મહેક પ્રસરી જાય છે. ધીરે ધીરે શરૂવાત થાય સે ખનન ની કે ટીવી સિરિયલ ની અંદર આવતી વહુ જો સાસુ ઉપર કાયદો થોપતી હોય તો હું કેમ નહિ !! લક્ષમ રેખા ખેંચાય સે ચહેરા પાછળ ની વાસ્તવિકતા ની પણ રિયલ લાઈફમાં એક પણ ઉદાહરણ આપો કે સાસુ પગથિયાં ઊતરી હોય દીકરા ની વહુ એ પગથિયાં ઉપર તેલ રેડે સે કોઈ ધ્યાન માં ચોક્કસ નહિ હોય ન હોય તો કેમ સબંધો માં આ કડવાશ કયાં થી આવી પણ જાણતા કે અજાણતા સોશ્યલ મિડીયા માં એ માનસિકતા ને ભરવા માં આવી સે . એકજ પરિવાર માં રહેતા વ્યક્તિ ઓ પાસે એક બીજા ની તફલિકો, સફળતા, સુખ દુઃખ ની વાતો કરવાનો સમય નથી. ત્યારે મિલો દૂર બેઠકો કોઈ વ્યક્તિ ના રિપલાય ની કલાકો રાહ જોવા માં આવે છે. પરિવાર માં જન્મેલી ગેરસમજ ને જેનો માઈલો સુધી કોઈ ઓળખાણ નથી તેની પાસે થી શિખામણ ને અનુસરવા માં આવે છે. આ કેમ  ! 

શું તમે તમારી જાત ને અભિમાન ને જુકાવી સામે ના નું દિલ ન જીતી શકો??

ચોવીસ કલાક ઓનલાઇન રહેવા વારો વ્યક્તિ પરિવાર માટે બે કલાક ન વાપરી શકે??

આ વાસ્તવિકતા સે કે સવાર પડે પહેલો મેસેજ ગુડ મોર્નિંગ , શુભ પ્રભાત, ની ધડ ધડ ગોળી ઓ શુટવા માડે પણ વિચાર કરો કે રોજ સવારે કોઈ પણ પગાર વગર ગરમાં ગરમ ચા પીવડાવતી પત્ની ને ગુડ મોર્નિંગ કહ્યું. જેના સપના પૂરા કરવાં પોતાની ઈચ્છા નો ત્યાગ કર્યો એ પિતા ને ગુડ મોર્નિંગ કહ્યું .તો સારા દેખાવડો કરવાં નો સંસ્કારી બનવાનો ડોળ કેમ સોશીયલ મીડીયા પર, જ્યારે જીવન માં વિપત્તિ આવી તો પિતા નો સાથ મળ્યો દિકરા નો ટેકો મળ્યો સમાજ ની હૂફ મરી પણ ધન્યવાદ એમનો માનયો કે જેને એક ઉદાસ ઇમોજી ની લાઈક આપી સો સેડ કરી ને કૉમેન્ટ કરી પણ કે અંગત જીવન માં વેર ઝેર ભુલાવી અંત સમય કુદરત થઈ ને આવ્યો એ સબંધ ને પોતાની નિષ્ફળતા પર આંગળી ચિધ્વાની શુટ કેમ નહીં. કેમ આ સોશ્યલ મીડીયા અને જીવન મિડીયા માં ભેદભાવ કેમ.

  સમય સાથે બદલાવ જરૂરી છે. આ જ્ઞાન વિજ્ઞાન નો યુગ સે આધુનિક ની સાથે આધુનિક બનવું એ જરૂરિયાત છે. પણ આપણે એ ન ભૂલવું કે આધુનિક બનવા પાછળ કેટલાય સંબંધો એ શમણાં ભુલાવ્યા છે.


આપણો કિંમતી પ્રતિભાવ જરૂરથી આપજો


લુહારિયા બળદેવ

મો:- 9558051198

Post a Comment

Previous Post Next Post